તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
તાઃ 15 ઓક્ટોબર
2020
અમદાવાદ (ગુજરાત)
અમારી શાળા શ્રી વિવેકાનંદ વિદ્યામંદિરમાં દર વર્ષે 5 જૂને
વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં વૃક્ષારોપણ કરવામાં
આવ્યું હતું.
શાળાના
વિશાળ પ્રાંગણમાં સરખા સરખા અંતરે ખાડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમાં
વૃક્ષોને લગાવવામાં આવ્યા હતાં. ગામના આગેવાન અને સરપંચના હસ્તે વૃક્ષારોપણ કરીને
શરૂઆત કરવામા આવી હતી. આ પ્રસંગે અમારી શાળાના આચાર્યશ્રીએ વૃક્ષોના મહિમા વિશે
સુંદર પ્રવચન કર્યું હતું. ત્યારબાદ શિક્ષકના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા
ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
દરેક રસ્તાઓ ઉપર મોટા મોટા પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં.
કોરાનાને કારણે માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણ
કાર્યક્રમ અમારો ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલ પર પણ દેખાડવામાં આવ્યો હતો. દરેક
લોકોએ ઓ કાર્યક્રમના વખાણ પણ કર્યા હતા. સોશિયલ મિડિયા મારફતે ‘વૃક્ષો વાવો વરસાદ લાવો’, ‘છોડમાં રણછોડ’, ‘વૃક્ષ જતન’, વગેરે
સુત્રનો પ્રચાર પ્રસાર કર્યો હતો.
વૃક્ષારોપણ
કાર્યક્રમ મારફતે જુદા જુદા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. વૃક્ષો વિશે
પોસ્ટરો, વકૃત્વ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
શાળાના ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you