મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2020

મુઘલયુગનો ઇતિહાસ


1. શિલ્પકલા એટલે શું ?

ઉત્તરઃ શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારિત કરવાની કલાને શિલ્પકલા કહે છે.

2. કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલુ છે ?

ઉત્તરઃ કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.

3. કોણાર્કનું સૂર્યમંદિર ક્યારે અને કોણે બંધાવ્યું હતું ?

ઉત્તરઃ આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે બંધાવ્યું હતું.

4. મુઘલયુગ દરમિયાન કયા કયા બાગ બગીચા બનાવામાં આવ્યાં હતા ?

ઉત્તરઃ મુઘલયુગ દરમિયાન કશ્મીરનો નિશાતબાગ, લાહોરનો શાલીમાર બાગ, આગ્રાના આરામબાગ બાગ – બગીચા બનાવામાં આવ્યા હતા.

5. શાહજહાંએ તાજમહેલનું નિર્માણ કોની યાદમાં કરાવ્યું હતું ?

ઉત્તરઃ શાહજહાંએ તાજમહેલનું નિર્માણ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું.

6. લાલકિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

ઉત્તરઃ લાલકિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું.

7. સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?

ઉત્તરઃ સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલ પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર આવેલું છે.

8. અડી-કડી વાવ અને નવઘણ કૂવા માટે કઈ ઉક્તિ છે ?

ઉત્તરઃ અડી – કડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂઓ.

9. મોઢેરાના સૂર્યમંદિરની કઈ વિશેષતા છે ?

ઉત્તરઃ આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે , સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું . પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી.

10. મીનળદેવીએ કયા કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?

ઉત્તરઃ મીનળદેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું.

11. કોણે પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિર નિર્મિત કરાવ્યાં હતાં ?

ઉત્તરઃ પાદલિપ્તસૂરિ નામનાં જૈન મુનિએ પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિર નિર્મિત કરાવ્યાં હતાં.

12. કોના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી ?

ઉત્તરઃ આકારિઝા નામણેના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી.

13. કવાલીની શોધ કોણે કરી હતી ?

ઉત્તરઃ કવાલીની શોધ અમીર – ખુશરોએ કરી હતી.

14. ભરતગૂંથણ ક્યાંનું વધારે પ્રખ્યાત છે ?

ઉત્તરઃ કચ્છના બન્ની અને ખદિર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગૂંથણ વધારે પ્રખ્યાત છે.

15. સ્થાપત્ય એટલે શું ?

ઉત્તરઃ સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેનાં બાંધકામને સ્થાપત્ય કહે છે.

16. રાજસ્થાનની કઈ  -  કઇ ચિત્રશૈલીઓ સુવિખ્યા હતી ?

ઉત્તરઃ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી .

17. હમ્પીને કઇ બાબતો દ્વારા હુન્નરકલા તથા વેપાર – વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય ?

ઉત્તરઃ હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યાં છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નરકલાનું અને વેપાર – વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું.

સોમવાર, 28 સપ્ટેમ્બર, 2020

G. k

 

1. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે.

2. સ્થાપત્યકલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવામાં આવે છે.

3. કોણાર્ક સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું.

4. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો.

5. તાજમહેલ શાહજહાં એ બંધાવ્યો હતો.

6. તાજમહેલ યમુના નદીના કિનારે આવેલ છે.

7. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાનું એક છે.

8. રાણીની વાવ રાણી ઉદયમતિએ બંધાવી હતી.

9. અમદાવાદની સ્થાપના અહમદશાહએ કરી હતી.

10. પાદલિપ્તસૂરિ નામનાં જૈન મુનિએ જૈનમંદિરનું નિર્મિત કરાવ્યાં.

મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

મહારાણા પ્રતાપ

 



મહારાણા પ્રતાપ  ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.

એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિંહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. જિંદગીના કપરા દિવસોમાં ભામાશાહે મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું. આ અનુદાન આપીને ભામાશાહ અમર થઈ ગયા. જિંદગીના અંત સુધી ચોમેર ઝળહળતી મોગલ સલ્તનતને તેમણે ક્યારેય માથું ના નમાવ્યું. તેમણે એકલપંડે મોગલ સલ્તનતના દાંત ખાટા કર્યા હતા.

ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ આધીન પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા . મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું આધિપત્ય સ્થાપિત થઈ ગયું.

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2020

ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020

std - 10 (ભારતનો વારસો Test)

  પ્રકરણઃ 1 ભારતનો વારસો    Test 

std - 10 વર્કશીટ ઉત્તરો સાથે

 પ્રકરણઃ 1 ભારતનો વારસો  Download now

 પ્રકરણઃ 2 ભારતનો સાંસ્કૃતિક વારસોઃ પરંપરાઓઃ હસ્ત અને લલિતકલા Download now

 પ્રકરણઃ 3 ભારતનો સાંસ્કૃતિક વારસોઃ શિલ્પ અને સ્થાપત્ય Download now
 
 પ્રકરણઃ 8 કુદરતી સંસાધનો Download now

 પ્રકરણઃ 9 વન અને વન્યજીવ સંસાધન Download now

 પ્રકરણઃ 15 આર્થિક વિકાસ Download now

 પ્રકરણઃ 15 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ Download now


std 10 Ekam kasoti science september 2022

  PDF DOWNLOAD NOW