શુક્રવાર, 23 ઑક્ટોબર, 2020

પ્રાચિન ભારતનો ઇતિહાસ


મોહેં-જો-દડો

  • 1. મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી 
  •  મોહેં-જો-દડો નગરના રસ્તાઓઃ
  •     રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળા હતા.
  •     નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા.
  •     રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે.
  •     રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહિ.
  •     બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્વિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા.
  •     ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા
  • મોહેં-જો-દડોની ગટર યોજનાઃ
  • Þ   મોહેં-જો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી.
  • Þ   પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.
  • Þ   નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
  • Þ   મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો.
  • Þ   ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું.
  • Þ   ગટરો ઉપર અમુક અંતરે પથ્થરનાં ઢાંકણાં હતાં. આ ઢાંકણાં ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી.
  • Þ   આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે.
  • Þ   ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટ્રિનો ઉત્તમ નમૂનો છે.


 ગુજરાતની ગુફાઓ

v જૂનાગઢની ગુફાઓઃ જૂનાગઢમાં આ ત્રણ ગુફાસમૂહ આવેલા છેઃ

1. બાવાપ્યારાનો ગુફાસમૂહઃ આ ગુફાઓ બાવાપ્યારાના મઠ પાસે આવેલી છે. તે ત્રણ હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજી સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં ચાર, બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ 16 ગુફાઓ છે. તે ઇ. સ.ની શરૂઆતની એક – બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે.

2. ઉપરકોટની ગુફાઓઃ આ ગુફાઓ બે માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે. તે ઇ. સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે.

3. ખાપરા – કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓઃ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઇ. સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.

v ખંભાલીડા ગુફાઓઃ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે ઇ. સ. 1959માં શોધાઈ હતી. તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાઓ પ્રવેશમાર્ગોની બંને બાજુ વૃક્ષને આશ્રયે ઊભેલા બોધિસત્ત્વ (ભગવાન બુદ્ધ) અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધાં સ્થાપત્યો ઇ. સ. ની બીજી સદીનાં છે.

v તળાજા ગુફાઓઃ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તાલધ્વજગિરિતીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંનાં એભલમંડપ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ – સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. બૌદ્ધ ધર્મનાં સ્થાપત્યોની આ ગુફાઓ ઇ. સ. ની ત્રીજી સદીની છે.

v સાણા ગુફાઓઃ આ ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છ.

v ઢાંક ગુફાઓઃ આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગિરિ નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. 

      ધોળાવીરા 

  •     ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે.
  • ૃ           તે હડપ્પાનગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. 
  • ૃ    ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યારપછી ઇ. સ. 1990માં પુરાતત્ત્વવિદ રવીન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.
  • ૃ    ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.
  •     નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટ્રિએ રક્ષણાત્મક દીવલોવાળી છે. આ દીવાલો બનાવવામાં પથ્થર, ઇંટો અને માટીનો ઉપયોગ થયેલો છે.
  •     નગરમાં પીવાનું પાણી ગળાઇને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધીકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે.
  • આમ, ધોળાવીરાની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે.

 લોથલ 

ઉત્તરઃ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

®   લોથલ ખંભાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે.

®   લોથલનાં મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલનાં મકાનો એકજ પાયા પર જુદે જુદે સમયે બંધાયાં હશે.

®   લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંઘરવા માટેનો એક મોટો ધક્કો – ગોદી (ડોકયાર્ડ) મળી આવ્યો છે. આ ધક્કામાં – ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો.

®   ગોદામોમાં – વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા.

®   આમ, લોથલમાંથી મળી આવેલ ધક્કો – ગોદી, વખારો – ગોદામો, દુકાનો, આયાત – નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.


     મોઢેરાનું સૂર્યમંદિર

 મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે.

ü તે ઇ. સ. 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.

ü આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મૂગટની મધ્યમાં રહેલાં મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે.  પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે.

ü આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.

ü આ મંદિરનું નકશીકામ ઇરાની શૈલીમાં થયેલું છે.

ü સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલી છે. તેમાં સવાર – સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દશ્ય સર્જાય છે.

 ગોપુરમ્ 

 ગોપુરમ્ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા મુખ્ય પ્રવેશદ્વાર.

Ø દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યાં.

Ø તેમણે મંદિરોની બહાર ઊંચી દીવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ગોપુરમ ના નામે ઓળખાય છે.

Ø ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે.

Ø પાંડ્ય શૈલીનાં મંદિરો તેમનાં ભવ્ય ગોપુરમ માટે જાણીતાં છે.

Ø ગોપુરમ્ એ દક્ષિણ ભારતીય મંદિરસ્થાપત્યની એક વિશિષ્ટતા છે.

Ø મંદિરોને બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્ત્વ વધી ગયું.

Ø આજે પણ કાંચી અને મદુરાઈનાં મંદિરોનાં ગોપુરમ દૂરથી જોઈને કલારસિકો મુગ્ધ બને છે.

7. દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો.

ઉત્તરઃ દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે.

§  સાતવાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા.

§  આ સ્તૂપો અર્ધગોળાકાર સ્વરૂપનો છે.

§  તેમની ટોચ અંડાકાર કે ઘંટાકાર છે.

§  નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે.

§  ચૌલ  રાજાઓએ દ્રવિડ શૈલીના સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

std 10 Ekam kasoti science september 2022

  PDF DOWNLOAD NOW