1.
શિલ્પકલા એટલે શું ?
ઉત્તરઃ
શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારિત
કરવાની કલાને શિલ્પકલા કહે છે.
2.
કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલુ છે ?
ઉત્તરઃ
કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું
સૂર્યમંદિર આવેલું છે.
3.
કોણાર્કનું સૂર્યમંદિર ક્યારે અને કોણે બંધાવ્યું હતું ?
ઉત્તરઃ
આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે બંધાવ્યું હતું.
4.
મુઘલયુગ દરમિયાન કયા કયા બાગ બગીચા બનાવામાં આવ્યાં હતા ?
ઉત્તરઃ
મુઘલયુગ દરમિયાન કશ્મીરનો નિશાતબાગ, લાહોરનો શાલીમાર બાગ, આગ્રાના આરામબાગ બાગ –
બગીચા બનાવામાં આવ્યા હતા.
5.
શાહજહાંએ તાજમહેલનું નિર્માણ કોની યાદમાં કરાવ્યું હતું ?
ઉત્તરઃ
શાહજહાંએ તાજમહેલનું નિર્માણ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું.
6.
લાલકિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?
ઉત્તરઃ
લાલકિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું.
7.
સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?
ઉત્તરઃ
સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલ પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર
આવેલું છે.
8.
અડી-કડી વાવ અને નવઘણ કૂવા માટે કઈ ઉક્તિ છે ?
ઉત્તરઃ
‘અડી – કડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયો તે
જીવતો મૂઓ’.
9.
મોઢેરાના સૂર્યમંદિરની કઈ વિશેષતા છે ?
ઉત્તરઃ
આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર
એવી રીતે રચાયેલ હતું કે , સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી
રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી
ઝળહળી ઊઠતું . પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી.
10.
મીનળદેવીએ કયા કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?
ઉત્તરઃ
મીનળદેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવનું નિર્માણ કરાવ્યું
હતું.
11.
કોણે પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિર નિર્મિત કરાવ્યાં હતાં ?
ઉત્તરઃ
પાદલિપ્તસૂરિ નામનાં જૈન મુનિએ પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિર નિર્મિત
કરાવ્યાં હતાં.
12.
કોના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી ?
ઉત્તરઃ
આકારિઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના
કરવામાં આવી હતી.
13.
કવાલીની શોધ કોણે કરી હતી ?
ઉત્તરઃ
કવાલીની શોધ અમીર – ખુશરોએ કરી હતી.
14.
ભરતગૂંથણ ક્યાંનું વધારે પ્રખ્યાત છે ?
ઉત્તરઃ
કચ્છના બન્ની અને ખદિર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગૂંથણ વધારે
પ્રખ્યાત છે.
15.
સ્થાપત્ય એટલે શું ?
ઉત્તરઃ
સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો
થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ
વગેરેનાં બાંધકામને સ્થાપત્ય કહે છે.
16. રાજસ્થાનની કઈ - કઇ ચિત્રશૈલીઓ સુવિખ્યા હતી ?
ઉત્તરઃ
રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી .
17.
હમ્પીને કઇ બાબતો દ્વારા
હુન્નરકલા તથા વેપાર – વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય ?
ઉત્તરઃ હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યાં છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નરકલાનું અને વેપાર – વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું.
1.
અમદાવાદના સ્થાપત્યો જણાવો.
ઉત્તરઃ
અમદાવાદની કોટ, ભદ્રકાળીનો કિલ્લો અને જામામસ્જિદ મુખ્ય છે. કિલ્લો જે વૈશ્વિક
વારસાનાં સ્થળોમાં સામેલ છે. સીદી સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે.
2.
સુરતને વેપારી કેન્દ્ર કેમ કહેવામાં આવતું હતું ?
ઉત્તરઃ સોળમી સદીમાં સુરત ભારતનું મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા. સુરતમાં સત્તરમી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. જરીભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓનાં અનેક વેપારી સંસ્થાઓ અહીં જોવા મળ્યાં હતાં. વગેરે બાબતોને કારણેથી સુરતને વેપારી કેનદ્ર કહેવામાં આવતું હતું.
1.
પાળિયા
Þ ગુજરાતમાં
એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે.
Þ પાળિયા
સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે.
Þ મોટે
ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધસ્થળ
અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે.
Þ આ
પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા – અર્ચના કરવામાં આવતી હોય છે.
Þ ગુજરાતમાં
પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો
અને સોમનાથનાં મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે.
2. મોઢેરાનું સૂર્યમંદિર
Ø ગુજરાતના
મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકીયુગના રાજવી ભીમદેવ પ્રથમના
શાસનકાળમાં બંધાયેલ હતું.
Ø આ
મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર
એવી રીતે રચાયેલ હતું કે, સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી
રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં મંદિર પ્રકાશથી ઝળહળી
ઊઠતું.
Ø પરિણામે
સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી.
Ø આ
મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.
Ø મંદિરની
બહારના જળકુંડની ચારેબાજુ નાનાં – નાનાં કુલ 108 જેટલાં મંદિરો આવેલાં છે જે ઉષા
અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે.
3.
રાણીની વાવ
ભીમદેવ
પહેલાનાં રાણી ઉદયમતિ દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વપ્રસિદ્ધ વાવનો નમૂનો છે.
શિલ્પ
– સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન સાત માળની રાણીની વાવ આજે પણ
ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે.
રાજા
ભીમદેવની રાણી ઉદયમતિએ ભીમદેવનાં મૃત્યું પછી તેનું બાંધકામ કરાવેલ હતું.
યુનેસ્કોએ
આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે.
4.
મુઘલ સ્થાપત્યકલા
v મુઘલ
સ્થાપત્યકલા એકદમ વિશિષ્ટ હતી.
v મુઘલ
સ્થાપત્યકલાનો એક વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે.
v અકબરે
આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો.
v શેરશાહનો
સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે.
v મુઘલ
સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે.
v વિશ્વની
સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તરપ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ
તાજમહાલનું નિર્માણ મુઘલ બાદશાહએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું.
v તાજમહાલ
ભારતના સ્થાપત્યકલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ – વિદેશના પ્રવાસીઓ માટે
આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
v આ
ઉપરાંત દિલ્લી સ્થિત લાલકિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું.
v લાલ
પથ્થરોથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાન – એ
- આમ, દીવાન – એ – ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી.
v તેનાં
સજાવટમાં સોનું, ચાંદી, કીમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે.
v આ
જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસન બનાવડાવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you