શુક્રવાર, 23 ઑક્ટોબર, 2020

પ્રાચિન ભારતનો ઇતિહાસ


મોહેં-જો-દડો

  • 1. મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી 
  •  મોહેં-જો-દડો નગરના રસ્તાઓઃ
  •     રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળા હતા.
  •     નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા.
  •     રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે.
  •     રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહિ.
  •     બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્વિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા.
  •     ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા
  • મોહેં-જો-દડોની ગટર યોજનાઃ
  • Þ   મોહેં-જો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી.
  • Þ   પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.
  • Þ   નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
  • Þ   મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો.
  • Þ   ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું.
  • Þ   ગટરો ઉપર અમુક અંતરે પથ્થરનાં ઢાંકણાં હતાં. આ ઢાંકણાં ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી.
  • Þ   આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે.
  • Þ   ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટ્રિનો ઉત્તમ નમૂનો છે.


 ગુજરાતની ગુફાઓ

v જૂનાગઢની ગુફાઓઃ જૂનાગઢમાં આ ત્રણ ગુફાસમૂહ આવેલા છેઃ

1. બાવાપ્યારાનો ગુફાસમૂહઃ આ ગુફાઓ બાવાપ્યારાના મઠ પાસે આવેલી છે. તે ત્રણ હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજી સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં ચાર, બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ 16 ગુફાઓ છે. તે ઇ. સ.ની શરૂઆતની એક – બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે.

2. ઉપરકોટની ગુફાઓઃ આ ગુફાઓ બે માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે. તે ઇ. સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે.

3. ખાપરા – કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓઃ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઇ. સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.

v ખંભાલીડા ગુફાઓઃ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે ઇ. સ. 1959માં શોધાઈ હતી. તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાઓ પ્રવેશમાર્ગોની બંને બાજુ વૃક્ષને આશ્રયે ઊભેલા બોધિસત્ત્વ (ભગવાન બુદ્ધ) અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધાં સ્થાપત્યો ઇ. સ. ની બીજી સદીનાં છે.

v તળાજા ગુફાઓઃ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તાલધ્વજગિરિતીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંનાં એભલમંડપ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ – સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. બૌદ્ધ ધર્મનાં સ્થાપત્યોની આ ગુફાઓ ઇ. સ. ની ત્રીજી સદીની છે.

v સાણા ગુફાઓઃ આ ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છ.

v ઢાંક ગુફાઓઃ આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગિરિ નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. 

      ધોળાવીરા 

  •     ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે.
  • ૃ           તે હડપ્પાનગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. 
  • ૃ    ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યારપછી ઇ. સ. 1990માં પુરાતત્ત્વવિદ રવીન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.
  • ૃ    ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.
  •     નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટ્રિએ રક્ષણાત્મક દીવલોવાળી છે. આ દીવાલો બનાવવામાં પથ્થર, ઇંટો અને માટીનો ઉપયોગ થયેલો છે.
  •     નગરમાં પીવાનું પાણી ગળાઇને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધીકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે.
  • આમ, ધોળાવીરાની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે.

 લોથલ 

ઉત્તરઃ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

®   લોથલ ખંભાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે.

®   લોથલનાં મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલનાં મકાનો એકજ પાયા પર જુદે જુદે સમયે બંધાયાં હશે.

®   લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંઘરવા માટેનો એક મોટો ધક્કો – ગોદી (ડોકયાર્ડ) મળી આવ્યો છે. આ ધક્કામાં – ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો.

®   ગોદામોમાં – વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા.

®   આમ, લોથલમાંથી મળી આવેલ ધક્કો – ગોદી, વખારો – ગોદામો, દુકાનો, આયાત – નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.


     મોઢેરાનું સૂર્યમંદિર

 મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે.

ü તે ઇ. સ. 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.

ü આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મૂગટની મધ્યમાં રહેલાં મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે.  પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે.

ü આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.

ü આ મંદિરનું નકશીકામ ઇરાની શૈલીમાં થયેલું છે.

ü સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલી છે. તેમાં સવાર – સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દશ્ય સર્જાય છે.

 ગોપુરમ્ 

 ગોપુરમ્ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા મુખ્ય પ્રવેશદ્વાર.

Ø દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યાં.

Ø તેમણે મંદિરોની બહાર ઊંચી દીવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ગોપુરમ ના નામે ઓળખાય છે.

Ø ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે.

Ø પાંડ્ય શૈલીનાં મંદિરો તેમનાં ભવ્ય ગોપુરમ માટે જાણીતાં છે.

Ø ગોપુરમ્ એ દક્ષિણ ભારતીય મંદિરસ્થાપત્યની એક વિશિષ્ટતા છે.

Ø મંદિરોને બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્ત્વ વધી ગયું.

Ø આજે પણ કાંચી અને મદુરાઈનાં મંદિરોનાં ગોપુરમ દૂરથી જોઈને કલારસિકો મુગ્ધ બને છે.

7. દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો.

ઉત્તરઃ દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે.

§  સાતવાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા.

§  આ સ્તૂપો અર્ધગોળાકાર સ્વરૂપનો છે.

§  તેમની ટોચ અંડાકાર કે ઘંટાકાર છે.

§  નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે.

§  ચૌલ  રાજાઓએ દ્રવિડ શૈલીના સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.

સોમવાર, 19 ઑક્ટોબર, 2020

મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો


1. શિલ્પકલા એટલે શું ?

ઉત્તરઃ શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારિત કરવાની કલાને શિલ્પકલા કહે છે.

2. કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલુ છે ?

ઉત્તરઃ કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.

3. કોણાર્કનું સૂર્યમંદિર ક્યારે અને કોણે બંધાવ્યું હતું ?

ઉત્તરઃ આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે બંધાવ્યું હતું.

4. મુઘલયુગ દરમિયાન કયા કયા બાગ બગીચા બનાવામાં આવ્યાં હતા ?

ઉત્તરઃ મુઘલયુગ દરમિયાન કશ્મીરનો નિશાતબાગ, લાહોરનો શાલીમાર બાગ, આગ્રાના આરામબાગ બાગ – બગીચા બનાવામાં આવ્યા હતા.

5. શાહજહાંએ તાજમહેલનું નિર્માણ કોની યાદમાં કરાવ્યું હતું ?

ઉત્તરઃ શાહજહાંએ તાજમહેલનું નિર્માણ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું.

6. લાલકિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

ઉત્તરઃ લાલકિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું.

7. સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?

ઉત્તરઃ સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલ પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર આવેલું છે.

8. અડી-કડી વાવ અને નવઘણ કૂવા માટે કઈ ઉક્તિ છે ?

ઉત્તરઃ અડી – કડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂઓ.

9. મોઢેરાના સૂર્યમંદિરની કઈ વિશેષતા છે ?

ઉત્તરઃ આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે , સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું . પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી.

10. મીનળદેવીએ કયા કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?

ઉત્તરઃ મીનળદેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું.

11. કોણે પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિર નિર્મિત કરાવ્યાં હતાં ?

ઉત્તરઃ પાદલિપ્તસૂરિ નામનાં જૈન મુનિએ પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિર નિર્મિત કરાવ્યાં હતાં.

 

12. કોના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી ?

ઉત્તરઃ આકારિઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી.

13. કવાલીની શોધ કોણે કરી હતી ?

ઉત્તરઃ કવાલીની શોધ અમીર – ખુશરોએ કરી હતી.

14. ભરતગૂંથણ ક્યાંનું વધારે પ્રખ્યાત છે ?

ઉત્તરઃ કચ્છના બન્ની અને ખદિર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગૂંથણ વધારે પ્રખ્યાત છે.

15. સ્થાપત્ય એટલે શું ?

ઉત્તરઃ સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેનાં બાંધકામને સ્થાપત્ય કહે છે.

16. રાજસ્થાનની કઈ  -  કઇ ચિત્રશૈલીઓ સુવિખ્યા હતી ?

ઉત્તરઃ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી .

17. હમ્પીને કઇ બાબતો દ્વારા હુન્નરકલા તથા વેપાર – વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય ?

ઉત્તરઃ હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યાં છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નરકલાનું અને વેપાર – વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું.

1. અમદાવાદના સ્થાપત્યો જણાવો.

ઉત્તરઃ અમદાવાદની કોટ, ભદ્રકાળીનો કિલ્લો અને જામામસ્જિદ મુખ્ય છે. કિલ્લો જે વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સામેલ છે. સીદી સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે.

2. સુરતને વેપારી કેન્દ્ર કેમ કહેવામાં આવતું હતું ?

ઉત્તરઃ સોળમી સદીમાં સુરત ભારતનું મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા. સુરતમાં સત્તરમી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. જરીભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓનાં અનેક વેપારી સંસ્થાઓ અહીં જોવા મળ્યાં હતાં. વગેરે બાબતોને કારણેથી સુરતને વેપારી કેનદ્ર કહેવામાં આવતું હતું.

1. પાળિયા

Þ   ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે.

Þ   પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે.

Þ   મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધસ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે.

Þ   આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા – અર્ચના કરવામાં આવતી હોય છે.

Þ   ગુજરાતમાં પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથનાં મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે.

2.  મોઢેરાનું સૂર્યમંદિર

Ø ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકીયુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલ હતું.

Ø આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે, સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું.

Ø પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી.

Ø આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.

Ø મંદિરની બહારના જળકુંડની ચારેબાજુ નાનાં – નાનાં કુલ 108 જેટલાં મંદિરો આવેલાં છે જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે.

3. રાણીની વાવ

*    ભીમદેવ પહેલાનાં રાણી ઉદયમતિ દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વપ્રસિદ્ધ વાવનો નમૂનો છે.

*    શિલ્પ – સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન સાત માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે.

*    રાજા ભીમદેવની રાણી ઉદયમતિએ ભીમદેવનાં મૃત્યું પછી તેનું બાંધકામ કરાવેલ હતું.

*    યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે.

4. મુઘલ સ્થાપત્યકલા

v મુઘલ સ્થાપત્યકલા એકદમ વિશિષ્ટ હતી.

v મુઘલ સ્થાપત્યકલાનો એક વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે.

v અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો.

v શેરશાહનો સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે.

v મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે.

v વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તરપ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહાલનું નિર્માણ મુઘલ બાદશાહએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું.

v તાજમહાલ ભારતના સ્થાપત્યકલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ – વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

v આ ઉપરાંત દિલ્લી સ્થિત લાલકિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું.

v લાલ પથ્થરોથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાન – એ  - આમ, દીવાન – એ – ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી.

v તેનાં સજાવટમાં સોનું, ચાંદી, કીમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે.

v આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસન બનાવડાવ્યું હતું.

રવિવાર, 18 ઑક્ટોબર, 2020

દિલ્લી સલ્તનત

 

પ્રશ્નઃ 1 યોગ્ય શબ્દો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ઇ. સ. 1206થી  ઇ. સ. 1526 દરમિયાન દિલ્લી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે.

2. કુતુબુદ્દીન ઐબકનું અવસાન પોલો રમતાં ઘોડા પરથી પડી જવાના કારણે થયું.

3. જલાલુદ્દીન ખલજીથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ.

4. લોદીવંશનો અંતિમ બાદશાહ ઈબ્રાહીમ લોદી હતો.

5. સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું.

6. ગામનો વહીવટ મુખી કે મુગદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા.

7. ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ અજમેરમાં આવેલ છે.

8. હરિહરરાય અને બુક્કારાયએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો.

9. તુલવવંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયા હતાં.

પ્રશ્નઃ 2  (અ) બંધબેસતા જોડકા જોડોઃ

વિભાગ

વિભાગ

1. ગુલામવંશ

2. ખલજીવંશ

3. તુગલકવંશ

4. સૈયદવંશ

5. લોદીવંશ

અ. ઇ. સ. 1451 – 1526

બ. ઇ. સ. 1320 – 1414

ક. ઇ. સ. 1206 – 1290

ડ. ઇ. સ. 1414 – 1451

જ. ઇ. સ. 1290 – 1320


 

 

 

 

         

 

ઉત્તરઃ 1 – ક, 2 – જ, 3 – બ, 4 – ડ, 5 – અ.

 (બ) બંધબેસતા જોડકા જોડોઃ

વિભાગ

વિભાગ

1. ઈલ્તુત્મિશ

2. અલાઉદ્દીન ખલજી

3. મુહમ્મદ - બિન - તુગલક

4. ઇક્તાનો વડો

5. બહમની રાજ્યનો સ્થાપક

અ. સ્થાયી સેનાની શરૂઆત

બ. રાજધાનીનું  સ્થળાંતર

ક. ઈક્તેદાર

ડ. ચેહલગાન

જ. ઝફરખાન


 

 

 

 

         

 

ઉત્તરઃ 1 – ડ, 2 – અ, 3 – બ, 4 – ક, 5 – જ.

પ્રશ્નઃ 3 નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.

1. 15 સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્લી વેપાર –વાણિજ્યનું કેન્દ્ર હતું. ખોટું

2. ઈલ્તુત્મિશની પુત્રીનું નામ રઝિયા સુલતાના હતી. સાચું

3. જલાલુદ્દીન ખલજીએ દાગ અને ચહેરાદ્ધતિની શરૂઆત કરી. ખોટું

4. ખ્રિજ્રખાંએ  સૈયદવંશની સ્થાપના કરી. સાચું

5. પ્રાંત પછીના એકમને નગરમાં વહેચવામાં આવતા. ખોટું

6. વિજયનગર સામ્રાજ્યમાં સંગમવંશ, સાલુવવંશ, તુલુવવંશ અને અરવિંડુ વંશે શાસન કર્યું. સાચું

7. હરિહરરાય આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. ખોટું

8. દિલ્લી સલ્તનત શાસનનો અંત ઈબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે થયો. સાચું

પ્રશ્નઃ 3 નીચેના પ્રશ્નોના ઉત્તર એક – બે વાક્યોમાં આપો.

1. દિલ્લી સલ્તનત યુગમાં કયા કયા વંશનો ઉદય થયો હતો ?

ઉત્તરઃ દિલ્લી સલ્તનત યુગમાં ગુલામવંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ અને લોદીવંશનો ઉદય થયો હતો.

2. દિલ્લીમાં સલ્તનત સત્તાનો પાયો કોણે નાખ્યો હતો ?

ઉત્તરઃ દિલ્લીમાં સલ્તનત સત્તાનો પાયો શિહાબુદ્દીન ઘોરીએ નાખ્યો.

3. કુતુબુદ્દીન ઐબકનું અવસાન ક્યારે અને કેવી રીતે થયું ?

ઉત્તરઃ કુતુબુદ્દીન ઐબકનું અવસાન ઇ. સ. 1210માં પોલો રમતાં ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યું થયું.

4. દિલ્લીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી ?

ઉત્તરઃ દિલ્લીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા રઝિયા બેગમ હતી.

5. ગુલામવંશ પછી કયાં વંશની સ્થાપના થઈ હતી ?

ઉત્તરઃ ગુલામવંશ પછી ખલજીવંશની સ્થાપના થઈ હતી.

6. મુહમ્મદ તુગલકના સમયમાં કયો વિદેશી મુસાફર આવ્યો હતો.

ઉત્તરઃ મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.

92c80246a9d55820881de49ca44cbb02.jpg7. તુગલકવંશનો સમય ગાળો જણાવો.

ઉત્તરઃ તુગલકવંશ ઇ. સ. 1320 – ઇ. સ. 1414 ગણવામાં આવે છે.

8. સૈયદવંશની સ્થાપના કોણે કરી હતી ?

ઉત્તરઃ સૈયદવંશની સ્થાપના ખિજ્રખાંએ કરી હતી.

9. સૈયદવંશ પછી કયો વંશ ગાદી પર આવ્યો હતો ?

ઉત્તરઃ સૈયદવંશ પછી લોદીવંશની સ્થાપના થઈ.

10. લોદીવંશની સ્થાપના કોણે કરી હતી ?

ઉત્તરઃ લોદીવંશની સ્થાપના બહલોલ લોદીએ કરી હતી.

11. સલ્તનતયુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગો પાડવામાં આવતા હતાં ?

ઉત્તરઃ સલ્તનયુગમાં મંત્રીમંડળમાં સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મવિભાગ, વિદેશવિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો.

12. ઈક્તેદારનું મુખ્ય કાર્ય શું હતું ?

ઉત્તરઃ ઈક્તેદારનું મુખ્ય કાર્ય જમીન – મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું.

13. કુતુબમિનારનું બાંધકામ કોને પૂર્ણ કરાવ્યું હતું ?

ઉત્તરઃ કુતુબમિનારનું બાંધકામ ઈલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું.

14. અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા કયા સ્થાપત્યનું બાંધકામ થયુ હતું ?

ઉત્તરઃ અલાઉદ્દીન ખલજીના સમયમાં અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ – એ – ખાસનો સમાવેશ થાય છે.


15. વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો જણાવો.

ઉત્તરઃ ઇ. સ. 1206 થી ઈ. સ. 1290 સુધી ગણાય છે.

16. દિલ્લી સલ્તનત નબળી પડતા કયા સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો ?

ઉત્તરઃ વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે.

17. વિજયનગર  સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો ?

ઉત્તરઃ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કૃષ્ણદેવરાય હતો.

18. બહમની રાજ્યની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ?

ઉત્તરઃ બહમની રાજ્યની સ્થાપના ઝફરખાને ઇ. સ. 1347માં કરી હતી.

19. દિલ્લી સલ્તનતનો અંત ક્યારે થયો હતો.

ઉત્તરઃ દિલ્લી સલ્તનતનો અંત ઇ .સ. 1526માં ઈબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે અસ્ત થયો.

પ્રશ્નઃ 4 નીચેના પ્રશ્નોના ઉત્તર બે – ત્રણ વાક્યોમાં આપો.

1. અલાઉદ્દીન ખલજીના કાર્ય જણાવો.

ઉત્તરઃ જલાઉદ્દીનનાં 6 વર્ષના શાસન બાદ દિલ્લીની ગાદીએ મહત્ત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને વિશિષ્ઠ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ – નિયમન, બજાર – નિયંત્રણ, સંગ્રહખોરી – નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા.

2. દિલ્લી સલ્તનતના સમયે કેન્દ્રીય શાસન પદ્ધતિ કેવા પ્રકારની જોવા મળતી હતી ?

ઉત્તરઃ સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મવિભાગ, વિદેશવિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ, થોડાઘણા અંશ આધુનિકમંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે.


પ્રશ્નઃ 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.

1. સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન કરો.

ઉત્તરઃ સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન નીચે પ્રમાણે છે.

*    દિલ્લી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યકલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ.

*    કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્લીમાં કુવત-ઉલ-ઈસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું.

*    ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઈમારત કુતુબમિનાર છે.

*    કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઈલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું.

*    ફિરોજશાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્વાર કરાવ્યો.

*    કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઈમારત ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે.

*    ઈલ્તુત્મિશના સમયમાં હોજ-એ-શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમામસ્જિદનો સમાવેશ થાય છે.

*    ખલજીવંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર સીરી નામનો કિલ્લો  અને સીરી નામનું નગર તથા હોજ-એ-ખાસનો સમાવેશ થાય છે.

*    તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યાં.

*    લોદીવંશ દરમિયાન બંદેખાનનો ગુંબજ, બડાગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે.

2. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.

ઉત્તરઃ કૃષ્ણદેવરાય વિશેની માહિતી નીચે પ્રમાણે છે.

Þ   તુલુવવંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયો જે માત્ર તુલુવવંશનો જ નહિ સમગ્ર વિજયનગર સમ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો.

Þ   એટલું જ નહિ તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું.

Þ   તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા.

Þ   કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી.

Þ   તેણે રાજ્ય્માં તળાવો, નહેરો, ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી.

Þ   કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો.

Þ   વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઈમારતો અને મંદિરોથી શણગાર્યું.

Þ   કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો.

Þ   Punch_Dagger_(Katar)_with_Sheath_MET_DP157415.jpgતેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા.

Þ   તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા.

પ્રશ્નઃ 5 ટૂંકનોંધ લખોઃ

1. તુગલકવંશ

ઉત્તરઃ તુગલકવંશ વિશે નીચે પ્રમાણે છે.

Ø તુગલકવંશ દરમિયાન મુહમ્મદ – બિન – તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી જેમાં દિલ્લીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રાપ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે.

Ø પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાને અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી.

Ø મુબમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા ભારતની મુલાકાતે આવેલ મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજશાહ તુગલક ગાદીએ આવ્યો.

Ø ફિરોજશાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્લી પર આક્રમણ કર્યું (ઈ. સ. 1398 – 99) જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક – સત્તા મર્યાદિત બની.

2. કેન્દ્રીય શાસન વિભાગ અને પ્રાંતીય શાસન વિભાગ

ઉત્તરઃ કેન્દ્રીય શાસન વિભાગ અને પ્રાંતીય શાસન વિભાગ વિશ નીચે મુજબ આપેલ છે.

*    કેન્દ્રીય શાસન

Þ   સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું.

Þ   સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો.

Þ   આ ઉપરાંત મંત્રીમંડળમાં સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મવિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ, થોડાઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે.

*    પ્રાંતીય શાસન

Þ   સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. જેને ઈક્તા કહેવામાં આવતું.

Þ   ઈક્તાનો વડો ઈક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો.

Þ   તેનું કાર્ય જમીન – મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું.



પ્રશ્નઃ 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે પાઠમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોઘી સામે આપેલા           માં લખો.

1. ઈ. સ. 1192માં તરાઈનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું  ?

(અ) શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ           

(બ) શિહાબુદ્દીન ઘોરી અને કૃષ્ણદેવરાય

          (ક) પૃથ્વીરાજ ચૌહાણ અને કુતુબુદ્દીન ઐબક                                                             

          (ડ) અલાઉદ્દીન ખલજી અને ફિરોજશાહ

2. ખલજીવંશની શરૂઆત ક્યારે  થઈ હતી ?

(અ) ઈ. સ. 1292               (બ) ઇ. સ. 1290

          (ક) ઈ. સ. 1233                (ડ) ઈ. સ. 1268

3. સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરાદ્ધતિની

શરૂઆત કોણે કરી હતી ?

(અ) ખ્રિજખા                      (બ) જલાઉદ્દીન ખલજી

          (ક) ઈલ્તુત્મિશ                      (ડ) અલાઉદ્દીન ખલજી

4. તરંગી યોજનાઓ માટે કયો રાજા પ્રખ્યાત છે ?

(અ) મુબમ્મદ-બિન-કાસીમ               (બ) મુહમ્મદ-બિન-હાકીમ

          (ક) મુહમ્મદ-બિન-તુગલક             (ડ) મુહમ્મદ-બિન-તાસીર

5. ફિરોજશાહ તુગલકના અવસાન બાદ કોનું દિલ્લી પર આક્રમણ થયું હતું ?

(અ) તૈમુર                          (બ) મહમદ ઘોરી


          (ક) મહમદ ગઝની                (ડ) અલાઉદ્દીન ખલજી

6. સૈયદવંશ બાદ લોદીવંશની સ્થાપના કોણે કરી  ?

(અ) બહલોલ લોદી           (બ) ઈબ્રાહિમ લોદી

          (ક) ખિજ્રખાં                       (ડ) કુતુબુદ્દીન ઐબક

7. મુઘલયુગની શરૂઆત ક્યારે થઈ હતી ?

(અ) ઈ. સ. 1577               (બ) ઈ. સ. 1525

          (ક) ઈ. સ. 1566                (ડ) ઈ. સ. 1526

8. સુલતાનનો પ્રધાનમંત્રીને શું કહેવામાં આવતું હતું  ?

(અ) સરદાર                         (બ) વજીર

          (ક) ગુપ્તચર                         (ડ) પત્રકાર

9. ગામનો વહીવટ મુખી કે મકદ્દમ કરતો તેને કોણ મદદ કરતું હતું  ?

(અ) વજીર અને સરદાર           (બ) પરવારી અને વજીર

          (ક) પરવારી અને કારકુન      (ડ) વજીર અને કારકુન

10. કુતુબમિનારનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

(અ) જલાઉદ્દીન ખલજી         (બ) ઈબ્રાહિમ લોદી

          (ક) કુતુબુદ્દીન ઐબક            (ડ) ખિજ્રખાં     

11. નીચેનામાંથી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ નથી ?

(અ) અલાઈ દરવાજા              (બ) સીરી નામનું નગર

          (ક) હોજ-એ-ખાસ                (ડ) ઢાઈ દિનકા ઝોંપડા

12. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?

(અ) હરિહરરાય અને બુક્કારાય                 (બ) હરિહરરાય અને કરશનદાસ

          (ક) કૃષ્ણદેવરાય અને બુક્કારાય            (ડ) કૃષ્ણદેવરાય અને હરિહરરાય

13. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી ?


(અ) નર્મદા                          (બ) ગોદાવરી

          (ક) તુંગભદ્રા                      (ડ) કાવેરી

14. સાલુવવંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યુ હતું ?

(અ) 20                           (બ) 25

          (ક) 30                                       (ડ) 35

15. સાલુવવંશ પછી કયા વંશની સ્થાપના થઈ હતી ?

(અ) અરવિંડુ વંશ                  (બ) તુલુવવંશ

          (ક) ગુલામવંશ                      (ડ) ખલજીવંશ

16. આંધ્રના ભોજતરીકે કોણ ઓળખ ખાતુ હતું ?

(અ) ઝફરખાન                     (બ) કૃષ્ણદેવરાય

          (ક) અહમદશાહ                   (ડ) હરિહરરાય

17. તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું ?

(અ) 23 જાન્યુઆરી, 1565                   (બ) 25 જાન્યુઆરી, 1566

          (ક) 22 જાન્યુઆરી, 1566               (ડ) 25 જાન્યુઆરી, 1533

18. બહમની રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ?

(અ) ઇ. સ. 1345               (બ) ઇ. સ. 1347

          (ક) ઇ. સ. 1399                (ડ) ઇ. સ. 1346


19. મુહમ્મદશાહ ત્રીજાનો વજીર કોણ હતો ?

(અ) મહમદ બેગડા               (બ) અમહદશાહ

          (ક) મહમૂદ ગવાં                 (ડ) બહમનશાહ

20. દિલ્લી સલ્તનતના રાજવંશો  કેટલા વર્ષ સુધી શાસન કરે છે ?

(અ) 320                         (બ) 333

          (ક) 355                            (ડ) 319

 

std 10 Ekam kasoti science september 2022

  PDF DOWNLOAD NOW