પ્રશ્નઃ 1 યોગ્ય શબ્દો વડે નીચેનાં
વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1.
ઇ. સ. 1206થી ઇ. સ. 1526
દરમિયાન દિલ્લી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે.
2.
કુતુબુદ્દીન ઐબકનું અવસાન પોલો રમતાં ઘોડા પરથી પડી જવાના કારણે થયું.
3.
જલાલુદ્દીન ખલજીથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ.
4.
લોદીવંશનો અંતિમ બાદશાહ ઈબ્રાહીમ લોદી હતો.
5.
સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું.
6.
ગામનો વહીવટ મુખી કે મુગદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા.
7.
ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ અજમેરમાં આવેલ છે.
8.
હરિહરરાય અને બુક્કારાયએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો
નાખ્યો.
9.
તુલવવંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયા હતાં.
પ્રશ્નઃ
2 (અ) બંધબેસતા જોડકા જોડોઃ
|
વિભાગ ‘અ’ |
વિભાગ ‘બ’ |
|
1. ગુલામવંશ 2. ખલજીવંશ 3. તુગલકવંશ 4. સૈયદવંશ 5. લોદીવંશ |
અ. ઇ. સ. 1451 – 1526 બ. ઇ. સ. 1320 – 1414 ક. ઇ. સ. 1206 – 1290 ડ. ઇ. સ. 1414 – 1451 જ. ઇ. સ. 1290 – 1320 |
ઉત્તરઃ
1 – ક, 2 – જ, 3 – બ, 4 – ડ, 5 – અ.
(બ) બંધબેસતા જોડકા જોડોઃ
|
વિભાગ ‘અ’ |
વિભાગ ‘બ’ |
|
1. ઈલ્તુત્મિશ 2. અલાઉદ્દીન ખલજી 3. મુહમ્મદ - બિન - તુગલક 4. ઇક્તાનો વડો 5. બહમની રાજ્યનો સ્થાપક |
અ. સ્થાયી સેનાની શરૂઆત બ. રાજધાનીનું સ્થળાંતર ક. ઈક્તેદાર ડ. ચેહલગાન જ. ઝફરખાન |
ઉત્તરઃ
1 – ડ, 2 – અ, 3 – બ, 4 – ક, 5 – જ.
પ્રશ્નઃ
3 નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
1.
15 સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્લી વેપાર –વાણિજ્યનું કેન્દ્ર
હતું. ખોટું
2.
ઈલ્તુત્મિશની પુત્રીનું નામ રઝિયા સુલતાના હતી. સાચું
3.
જલાલુદ્દીન ખલજીએ ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કરી. ખોટું
4.
ખ્રિજ્રખાંએ સૈયદવંશની સ્થાપના કરી. સાચું
5.
પ્રાંત પછીના એકમને નગરમાં વહેચવામાં આવતા. ખોટું
6.
વિજયનગર સામ્રાજ્યમાં સંગમવંશ, સાલુવવંશ, તુલુવવંશ અને અરવિંડુ વંશે શાસન કર્યું. સાચું
7.
હરિહરરાય આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. ખોટું
8.
દિલ્લી સલ્તનત શાસનનો અંત ઈબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે થયો. સાચું
પ્રશ્નઃ
3 નીચેના પ્રશ્નોના ઉત્તર એક – બે વાક્યોમાં આપો.
1.
દિલ્લી સલ્તનત યુગમાં કયા કયા વંશનો ઉદય થયો હતો ?
ઉત્તરઃ
દિલ્લી સલ્તનત યુગમાં ગુલામવંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ અને લોદીવંશનો ઉદય થયો
હતો.
2.
દિલ્લીમાં સલ્તનત સત્તાનો પાયો કોણે નાખ્યો હતો ?
ઉત્તરઃ
દિલ્લીમાં સલ્તનત સત્તાનો પાયો શિહાબુદ્દીન ઘોરીએ નાખ્યો.
3.
કુતુબુદ્દીન ઐબકનું અવસાન ક્યારે અને કેવી રીતે થયું ?
ઉત્તરઃ
કુતુબુદ્દીન ઐબકનું અવસાન ઇ. સ. 1210માં પોલો રમતાં ઘોડા પરથી પડી જવાના કારણે
તેનું મૃત્યું થયું.
4.
દિલ્લીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી ?
ઉત્તરઃ
દિલ્લીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા રઝિયા બેગમ હતી.
5.
ગુલામવંશ પછી કયાં વંશની સ્થાપના થઈ હતી ?
ઉત્તરઃ
ગુલામવંશ પછી ખલજીવંશની સ્થાપના થઈ હતી.
6.
મુહમ્મદ તુગલકના સમયમાં કયો વિદેશી મુસાફર આવ્યો હતો.
ઉત્તરઃ
મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.
7.
તુગલકવંશનો સમય ગાળો જણાવો.
ઉત્તરઃ
તુગલકવંશ ઇ. સ. 1320 – ઇ. સ. 1414 ગણવામાં આવે છે.
8.
સૈયદવંશની સ્થાપના કોણે કરી હતી ?
ઉત્તરઃ
સૈયદવંશની સ્થાપના ખિજ્રખાંએ કરી હતી.
9.
સૈયદવંશ પછી કયો વંશ ગાદી પર આવ્યો હતો ?
ઉત્તરઃ
સૈયદવંશ પછી લોદીવંશની સ્થાપના થઈ.
10.
લોદીવંશની સ્થાપના કોણે કરી હતી ?
ઉત્તરઃ
લોદીવંશની સ્થાપના બહલોલ લોદીએ કરી હતી.
11.
સલ્તનતયુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગો પાડવામાં આવતા હતાં ?
ઉત્તરઃ
સલ્તનયુગમાં મંત્રીમંડળમાં સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મવિભાગ, વિદેશવિભાગ,
ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો.
12.
ઈક્તેદારનું મુખ્ય કાર્ય શું હતું ?
ઉત્તરઃ
ઈક્તેદારનું મુખ્ય કાર્ય જમીન – મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે
ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું.
13.
કુતુબમિનારનું બાંધકામ કોને પૂર્ણ કરાવ્યું હતું ?
ઉત્તરઃ
કુતુબમિનારનું બાંધકામ ઈલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું.
14.
અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા કયા સ્થાપત્યનું બાંધકામ થયુ હતું ?
ઉત્તરઃ અલાઉદ્દીન ખલજીના સમયમાં અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ – એ – ખાસનો સમાવેશ થાય છે.
15.
વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો જણાવો.
ઉત્તરઃ
ઇ. સ. 1206 થી ઈ. સ. 1290 સુધી ગણાય છે.
16.
દિલ્લી સલ્તનત નબળી પડતા કયા સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો ?
ઉત્તરઃ
વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે.
17.
વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કોણ
હતો ?
ઉત્તરઃ
વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કૃષ્ણદેવરાય હતો.
18.
બહમની રાજ્યની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ?
ઉત્તરઃ
બહમની રાજ્યની સ્થાપના ઝફરખાને ઇ. સ. 1347માં કરી હતી.
19.
દિલ્લી સલ્તનતનો અંત ક્યારે થયો હતો.
ઉત્તરઃ
દિલ્લી સલ્તનતનો અંત ઇ .સ. 1526માં ઈબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે અસ્ત થયો.
પ્રશ્નઃ
4 નીચેના પ્રશ્નોના ઉત્તર બે – ત્રણ વાક્યોમાં આપો.
1.
અલાઉદ્દીન ખલજીના કાર્ય જણાવો.
ઉત્તરઃ
જલાઉદ્દીનનાં 6 વર્ષના શાસન બાદ દિલ્લીની ગાદીએ મહત્ત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન
આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો
વિસ્તાર કર્યો. દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને વિશિષ્ઠ
ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ – નિયમન, બજાર –
નિયંત્રણ, સંગ્રહખોરી – નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા.
2.
દિલ્લી સલ્તનતના સમયે કેન્દ્રીય શાસન પદ્ધતિ કેવા પ્રકારની જોવા મળતી હતી ?
ઉત્તરઃ
સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી
તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ,
ધર્મવિભાગ, વિદેશવિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ, થોડાઘણા અંશ
આધુનિકમંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે.
પ્રશ્નઃ
5
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.
1.
સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન કરો.
ઉત્તરઃ
સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન નીચે પ્રમાણે છે.
દિલ્લી
સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ
વગેરે જેવી સ્થાપત્યકલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ.
કુતુબુદ્દીન
ઐબકના સમયમાં દિલ્લીમાં કુવત-ઉલ-ઈસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું.
ઐબકે
બંધાવેલ બીજી મહત્ત્વની ઈમારત કુતુબમિનાર છે.
કુતુબુદ્દીનના
સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઈલ્તુત્મિશે પૂર્ણ
કરાવ્યું.
ફિરોજશાહ
તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્વાર કરાવ્યો.
કુતુબુદ્દીન
ઐબક નિર્મિત અન્ય એક ઈમારત ‘ઢાઈ દિનકા
ઝોંપડા’ નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે.
ઈલ્તુત્મિશના
સમયમાં હોજ-એ-શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમામસ્જિદનો સમાવેશ થાય છે.
ખલજીવંશ
દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ-એ-ખાસનો સમાવેશ
થાય છે.
તુગલક
શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે
નગરો વસાવવામાં આવ્યાં.
લોદીવંશ
દરમિયાન બંદેખાનનો ગુંબજ, બડાગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય
છે.
2.
કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
કૃષ્ણદેવરાય વિશેની માહિતી નીચે પ્રમાણે છે.
Þ તુલુવવંશમાં
કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયો જે માત્ર તુલુવવંશનો જ નહિ સમગ્ર વિજયનગર
સમ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો.
Þ એટલું
જ નહિ તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું.
Þ
તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ
કર્યા.
Þ
કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની
ઉપેક્ષા કરી ન હતી.
Þ
તેણે રાજ્ય્માં તળાવો, નહેરો,
ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ
કરી.
Þ
કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી
પ્રજાનો પ્રેમ મેળવ્યો.
Þ
વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર
વસાવ્યું અને તેને અનેકવિધ ઈમારતો અને મંદિરોથી શણગાર્યું.
Þ
કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો.
Þ
તેમણે
સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા.
Þ તેના
સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે ‘આંધ્રના
ભોજ’ તરીકે ઓળખ પામ્યા.
પ્રશ્નઃ
5
ટૂંકનોંધ લખોઃ
1.
તુગલકવંશ
ઉત્તરઃ
તુગલકવંશ વિશે નીચે પ્રમાણે છે.
Ø તુગલકવંશ
દરમિયાન મુહમ્મદ – બિન – તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક
યોજના અમલમાં મૂકી જેમાં દિલ્લીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક
મુદ્રાપ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે.
Ø પરંતુ
મોટા ભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાને અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે
નિષ્ફળ ગઈ તેથી ઇતિહાસમાં આ યોજનાઓ ‘તરંગી
યોજનાઓ’ તરીકે સ્થાન પામી.
Ø મુબમ્મદ
તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા ભારતની મુલાકાતે આવેલ મુહમ્મદ તુગલક બાદ
તેનો પિતરાઈ ભાઈ ફિરોજશાહ તુગલક ગાદીએ આવ્યો.
Ø ફિરોજશાહ
તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્લી પર આક્રમણ કર્યું (ઈ. સ. 1398 – 99) જેથી
સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક – સત્તા મર્યાદિત બની.
2.
કેન્દ્રીય શાસન વિભાગ અને પ્રાંતીય શાસન વિભાગ
ઉત્તરઃ
કેન્દ્રીય શાસન વિભાગ અને પ્રાંતીય શાસન વિભાગ વિશ નીચે મુજબ આપેલ છે.
કેન્દ્રીય
શાસન
Þ સુલતાન
પછી મંત્રીમંડળ મુખ્ય હતું.
Þ સુલતાનનો
પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો.
Þ આ
ઉપરાંત મંત્રીમંડળમાં સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મવિભાગ, ગુપ્તચર વિભાગ
વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ, થોડાઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે
સમયે જોવા મળે છે.
પ્રાંતીય
શાસન
Þ સલ્તનતકાળમાં
પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. જેને ઈક્તા કહેવામાં આવતું.
Þ ઈક્તાનો
વડો ઈક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો.
Þ તેનું
કાર્ય જમીન – મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ
કરવાનું રહેતું.
પ્રશ્નઃ 1 નીચેના દરેક
પ્રશ્નના ઉત્તર માટે પાઠમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોઘી સામે આપેલા માં લખો.
1. ઈ. સ. 1192માં તરાઈનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
(અ)
શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ
(બ) શિહાબુદ્દીન
ઘોરી અને કૃષ્ણદેવરાય
(ક)
પૃથ્વીરાજ ચૌહાણ અને કુતુબુદ્દીન ઐબક
(ડ)
અલાઉદ્દીન ખલજી અને ફિરોજશાહ
2.
ખલજીવંશની શરૂઆત ક્યારે થઈ હતી ?
(અ) ઈ. સ.
1292 (બ)
ઇ. સ. 1290
(ક)
ઈ. સ. 1233 (ડ) ઈ. સ. 1268
3.
સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની
શરૂઆત કોણે
કરી હતી ?
(અ) ખ્રિજખા (બ) જલાઉદ્દીન ખલજી
(ક)
ઈલ્તુત્મિશ (ડ) અલાઉદ્દીન ખલજી
4.
તરંગી યોજનાઓ માટે કયો રાજા પ્રખ્યાત છે ?
(અ)
મુબમ્મદ-બિન-કાસીમ (બ) મુહમ્મદ-બિન-હાકીમ
(ક)
મુહમ્મદ-બિન-તુગલક (ડ) મુહમ્મદ-બિન-તાસીર
5.
ફિરોજશાહ તુગલકના અવસાન બાદ કોનું દિલ્લી પર આક્રમણ થયું હતું ?
(અ) તૈમુર (બ)
મહમદ ઘોરી
(ક)
મહમદ ગઝની (ડ) અલાઉદ્દીન ખલજી
6.
સૈયદવંશ બાદ લોદીવંશની સ્થાપના કોણે કરી ?
(અ) બહલોલ
લોદી (બ) ઈબ્રાહિમ લોદી
(ક)
ખિજ્રખાં (ડ) કુતુબુદ્દીન ઐબક
7.
મુઘલયુગની શરૂઆત ક્યારે થઈ હતી ?
(અ) ઈ. સ.
1577 (બ)
ઈ. સ. 1525
(ક)
ઈ. સ. 1566 (ડ) ઈ. સ. 1526
8.
સુલતાનનો પ્રધાનમંત્રીને શું કહેવામાં આવતું હતું ?
(અ) સરદાર (બ) વજીર
(ક)
ગુપ્તચર (ડ) પત્રકાર
9.
ગામનો વહીવટ મુખી કે મકદ્દમ કરતો તેને કોણ મદદ કરતું હતું ?
(અ) વજીર અને
સરદાર (બ)
પરવારી અને વજીર
(ક) પરવારી અને કારકુન (ડ) વજીર અને કારકુન
10.
કુતુબમિનારનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?
(અ) જલાઉદ્દીન
ખલજી (બ) ઈબ્રાહિમ લોદી
(ક)
કુતુબુદ્દીન ઐબક (ડ) ખિજ્રખાં
11. નીચેનામાંથી કયું સ્થાપત્ય અલાઉદ્દીન
ખલજીએ બંધાવેલ નથી ?
(અ) અલાઈ
દરવાજા (બ)
સીરી નામનું નગર
(ક)
હોજ-એ-ખાસ (ડ) ઢાઈ દિનકા ઝોંપડા
12.
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
(અ) હરિહરરાય
અને બુક્કારાય (બ) હરિહરરાય અને કરશનદાસ
(ક)
કૃષ્ણદેવરાય અને બુક્કારાય (ડ) કૃષ્ણદેવરાય અને
હરિહરરાય
13.
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી ?
(અ) નર્મદા (બ)
ગોદાવરી
(ક)
તુંગભદ્રા (ડ) કાવેરી
14.
સાલુવવંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યુ હતું ?
(અ) 20 (બ)
25
(ક)
30 (ડ) 35
15.
સાલુવવંશ પછી કયા વંશની સ્થાપના થઈ હતી ?
(અ) અરવિંડુ
વંશ (બ) તુલુવવંશ
(ક)
ગુલામવંશ (ડ) ખલજીવંશ
16.
‘આંધ્રના ભોજ’
તરીકે કોણ ઓળખ ખાતુ હતું ?
(અ) ઝફરખાન (બ) કૃષ્ણદેવરાય
(ક)
અહમદશાહ (ડ) હરિહરરાય
17.
તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું ?
(અ) 23
જાન્યુઆરી, 1565 (બ)
25 જાન્યુઆરી, 1566
(ક)
22 જાન્યુઆરી, 1566 (ડ) 25 જાન્યુઆરી, 1533
18.
બહમની રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ?
(અ) ઇ. સ.
1345 (બ)
ઇ. સ. 1347
(ક)
ઇ. સ. 1399 (ડ) ઇ. સ. 1346
19.
મુહમ્મદશાહ ત્રીજાનો વજીર કોણ હતો ?
(અ) મહમદ
બેગડા (બ)
અમહદશાહ
(ક)
મહમૂદ ગવાં (ડ) બહમનશાહ
20.
દિલ્લી સલ્તનતના રાજવંશો કેટલા વર્ષ સુધી
શાસન કરે છે ?
(અ) 320 (બ)
333
(ક)
355 (ડ) 319
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you